ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલના પાલોડીયા અને જાસપુર ખાતે વૃક્ષારોપણ સ્થળોની મુલાકાત
- ઓક્સિજન પાર્ક અને ફળાવ વૃક્ષોના વાવેતર પર આપ્યો ભાર - પાલોડીયા ગ્રામ પંચાયતમાં દફતર તપાસણી કરી ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ યોજાયો ગાંધીનગર, 03 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત
કલેક્ટર દ્વારા મુલાકાત


કલેક્ટર દ્વારા મુલાકાત


- ઓક્સિજન પાર્ક અને ફળાવ વૃક્ષોના વાવેતર પર આપ્યો ભાર

- પાલોડીયા ગ્રામ પંચાયતમાં દફતર તપાસણી કરી ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ યોજાયો

ગાંધીનગર, 03 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત 'વૃક્ષારોપણ કાર્યક્રમ' અંતર્ગત શુક્રવારે ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા કલોલ તાલુકાના પાલોડીયા તથા જાસપુર ગામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વૃક્ષારોપણની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સબંધિત અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.

કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ પાલોડીયા ખાતે વૃક્ષારોપણ સ્થળની મુલાકાત લેતા પહેલાં પાલોડીયા ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પંચાયતના રેકોર્ડ અને દફતરની સઘન તપાસણી કરી હતી. આ સાથે જ તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી હતી અને ગામના વિકાસ કામોને વધુ સુયોજિત અને વેગવંતા બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ કલેક્ટરએ પાલોડીયા ખાતે નિયત કરાયેલા વૃક્ષારોપણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે માત્ર વૃક્ષો વાવવા પૂરતા નથી, પરંતુ તેમને નિયમિત પાણી મળી રહે અને યોગ્ય માવજત થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત, તેમણે વૃક્ષારોપણ સ્થળ ખાતે પાયાની સુવિધાઓ જેવીકે નાગરિકો માટે વોક વે ઉપલબ્ધ કરાવવા તેમજ પક્ષીઓ માટે આશ્રય અને ખોરાક મળી રહે તે હેતુથી વધુમાં વધુ ફળાવ વૃક્ષોના વાવેતર પર વિશેષ ભાર મૂક્યો હતો.

મુલાકાતના દ્વિતીય ચરણમાં કલેક્ટરએ જાસપુર ખાતેના વૃક્ષારોપણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પર્યાવરણને લાંબાગાળાનો ફાયદો થાય તે માટે વૈજ્ઞાનિક ઢબે વૃક્ષારોપણ કરવાની જરૂરિયાત સમજાવી હતી. જાસપુર ખાતેના સ્થળની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને, ત્યાં નાગરિકો માટે શુદ્ધ હવા મળી રહે તેવા 'ઓક્સિજન પાર્ક' જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવા અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તંત્રને જરૂરી તમામ દિશા-નિર્દેશો આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande