માધવપુર નજીક કારની ટક્કરે મહિલા કોન્સ્ટેબલનું મોત
પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર નજીક ભાદરાઈ મંદિર સામે બેફામ દોડતી સ્કોડા કારની ટક્કરે ઇ-સ્કુટી પર જઈ રહેલી મહિલા કોસ્ટેબલનું મોત નિપજતાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુરુવારે રેખાબેન ભીમનાથ ગૌસ્વામી પોતા
માધવપુર નજીક કારની ટક્કરે મહિલા કોન્સ્ટેબલનું મોત.


માધવપુર નજીક કારની ટક્કરે મહિલા કોન્સ્ટેબલનું મોત.


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર નજીક ભાદરાઈ મંદિર સામે બેફામ દોડતી સ્કોડા કારની ટક્કરે ઇ-સ્કુટી પર જઈ રહેલી મહિલા કોસ્ટેબલનું મોત નિપજતાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુરુવારે રેખાબેન ભીમનાથ ગૌસ્વામી પોતાની ઇલેક્ટ્રિક સ્કુટી પર નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન માધવપુર તરફ જતાં નેશનલ હાઇવે પર ભાદરાઈ મંદિર સામે GJ-11- CH-8199 નંબરની સ્કોડા કારના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક પુરપાટ ઝડપે કર ચલાવી તેમની સ્કુટીને હડફેટે લેતા અકસ્માતસર્જાયો હતો. અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીની કલાકોમા અકસ્માત સર્જનાર આરોપી કિરણકુમાર બાબુભાઇ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસકર્મીના મોતના પગલે પોલીસ બેડામા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande