

- વરસાદની આડમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હજારો માછલી મૃત તરતી જોવા મળી
ભરૂચ,03 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વર તાલુકાના નોગામાં ગામ પાસે આવેલી અમરાવતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં આ પ્રકારે ઘણી વખત ચોમાસામાં માછલી મૃત હાલતમાં નદીમાં તરતી જોવા મળતાં સ્થાનિકોએ પર્યાવરણ પ્રદૂષણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો ખરેખર ઔદ્યોગિક કેમિકલના કારણે આ ઘટના બની હોય, તો તેની તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.અમરાવતી નદીનું પાણી સાવ કાળું અને તીવ્ર વાસ આવતી હતી .
હાલ માછલીઓના મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી. તંત્ર દ્વારા તપાસ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ