


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીક સીએનજી ભરેલા કન્ટેનર ટ્રાન્સપોર્ટ ટ્રકમાં ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પોરબંદર નજીકના ધરમપુર ગામના પાટિયા પાસે ગઈ કાલે સાંજે એક સીએનજી ભરેલા કન્ટેનર ટ્રાન્સપોર્ટ ટ્રકમાં ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં પોરબંદર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની તકેદારી સાથે સ્ટેન્ડબાય ડ્યુટી ગોઠવી પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી. સદનસીબે લીકેજ દરમિયાન સીએનજી સિલિન્ડરમાં રહેલો ગેસ સંપૂર્ણપણે બહાર નીકળી જતાં કોઈ આગ કે વિસ્ફોટની ઘટના બની નહોતી. જેના કારણે મોટી જાનહાનિ અને અકસ્માત ટળી ગયો હતો. ફાયર વિભાગે સ્થળ પર જરૂરી સલામતીના પગલાં લઈ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાનું નોંધાયું નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya