રથયાત્રા પૂર્વે વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં, ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રૂટનું કર્યું નિરીક્ષણ
વડોદરા , 03 જુલાઈ (હિ.સ.) આગામી 16મી તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડ
રથયાત્રા બંદોબસ્ત


રથયાત્રા બંદોબસ્ત


રથયાત્રા બંદોબસ્ત


વડોદરા , 03 જુલાઈ (હિ.સ.) આગામી 16મી તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રા સયાજીગંજ વિસ્તારમાંથી પ્રસ્થાન કરીને રેલવે સ્ટેશન, રાવપુરા, જુબિલીબાગ, ભગતસિંહ ચોક, કેવડાબાગ અને બગી ખાનાના માર્ગે પસાર થઈ સમાપન પામશે. આ સમગ્ર રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

રૂટ નિરીક્ષણ દરમિયાન શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર નીલેશ ઝાંઝરિયા, એડિશનલ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, ઝોન-1 અને ઝોન-2ના ડીસીપી, ટ્રાફિક વિભાગના ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ રૂટ પર સંવેદનશીલ સ્થળો, ટ્રાફિક વ્યવસ્થા, બેરિકેડિંગ, પોલીસ બંદોબસ્ત, ઈમરજન્સી રિસ્પોન્સ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સ્થળ પર જ સમીક્ષા કરી હતી. જરૂરી સ્થળોએ અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

શહેર પોલીસનું કહેવું છે કે, રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ મળી રહે તે માટે પૂરતી પોલીસ ફોર્સ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande