માનકુવા જંગલમાં ધમધમતા જુગારધામ પર SMCનો મેગા દરોડો: રૂ. 45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, PI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
કચ્છ,03 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ મથકની હદમાં આવેલા સેડાતા અને ભરાપર ગામ વચ્ચેના જંગલ વિસ્તારમાં ચાલી રહેલા મોટા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મધરાતે સુનિયોજિત દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન લાખો રૂપિયાની રો
માનકુવા જુગારધામ કેસ ના મુદ્દામાલ સહિત આરોપીઓ


માનકુવા જુગારધામ કેસ ના મુદ્દામાલ સહિત આરોપીઓ


માનકુવા જુગારધામ કેસ ના મુદ્દામાલ સહિત આરોપીઓ


કચ્છ,03 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ મથકની હદમાં આવેલા સેડાતા અને ભરાપર ગામ વચ્ચેના જંગલ વિસ્તારમાં ચાલી રહેલા મોટા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મધરાતે સુનિયોજિત દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ, વાહનો, મોબાઇલ ફોન સહિત કુલ 45.27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ પોલીસ વિભાગે પણ કડક વલણ અપનાવી ફરજમાં બેદરકારીના આક્ષેપોને પગલે ત્રણ પોલીસ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં સમગ્ર પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

SMCના PSI ડી. એ. તુવરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં સ્થળ પરથી કુલ સાત આરોપીઓને ઝડપી પાડીને માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આદિપુર, અંજાર, ભુજ, ભચાઉ અને પાટણ જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જુગારના સમગ્ર નેટવર્કનું સંચાલન સુનિયોજિત રીતે કરવામાં આવતું હતું અને તેમાં કેટલાક લોકો ભાગીદારીના આધારે સંકળાયેલા હતા.

SMCની ટીમે સ્થળ પરથી કુલ સાત આરોપીઓને ઝડપી પાડી માનકુવા પોલીસને સોંપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આદિપુર સેક્ટર-4ના ભીમજી વાલજીભાઈ વાણિયા, અંજારના શેખટીમ્બાના જુસબશા જમનાશા શેખ,પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના પીપવાડાના ધનજી પાબુભાઈ ગોલકર, ભુજના સંજોગનગરના મહેબૂબ સત્તારભાઈ બાયડ, ભચાઉ તાલુકાના લાકડિયાના મુરાદ અલ્લારખા મીર, ભુજના આશાપુરાનગરના મોહન કરશનજી રાજગોર તેમજ અંજારના જુસબ ઇબ્રાહિમ સામેજાનો સમાવેશ થાય છે.

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 9.36 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. ઉપરાંત નવ વાહનો, નવ મોબાઇલ ફોન તેમજ અન્ય સામગ્રી મળી કુલ 45,27,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જુગારધારા કલમ-12 તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ દસ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમાં જુગારના મુખ્ય સંચાલક તરીકે અંજારના અબ્બાસ ઇબ્રાહિમ શેખનું નામ ખુલ્યું છે. ઉપરાંત એક ભાગીદાર સહિત વિવિધ વાહનોના ડ્રાઇવર અને બાઇક ચાલકો પણ પોલીસની શોધખોળ હેઠળ છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી હતી. SMCની સફળ કાર્યવાહી બાદ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરતાં માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ કુલદીપ ગઢવીને સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત કેરા આઉટપોસ્ટના ASI જયંતીભાઈ તેમજ ડી-સ્ટાફના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયને પોલીસ વિભાગમાં જવાબદારી અને શિસ્ત જાળવવાના સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. બીજી તરફ, SMCની આ કાર્યવાહીથી પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે વધુ કડક અભિયાન શરૂ થવાના સંકેતો પણ મળી રહ્યા છે. સમગ્ર કેસમાં ફરાર આરોપીઓની શોધખોળ અને નાણાંકીય વ્યવહારોની તપાસ હાલમાં પણ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande