કચ્છને મળ્યા 121 નવા મહેસૂલી તલાટી : કલેક્ટરના હસ્તે નિમણૂકપત્રોનું વિતરણ, મહેસૂલ તંત્રને મળશે નવી ગતિ
કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મહેસૂલ તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી મહેસૂલી તલાટી (વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી અંતર્ગત કચ્છ જિલ્લામાં નિમણૂક પામેલા ઉમેદવારોને
કચ્છ કલેક્ટર દ્વારા નિમણૂંકપત્ર એનાયત કરાયા


કચ્છ કલેક્ટર દ્વારા નિમણૂંકપત્ર એનાયત કરાયા


કચ્છ કલેક્ટર દ્વારા નિમણૂંકપત્ર એનાયત કરાયા


કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મહેસૂલ તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી મહેસૂલી તલાટી (વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી અંતર્ગત કચ્છ જિલ્લામાં નિમણૂક પામેલા ઉમેદવારોને આજે કલેક્ટર કચેરી ખાતે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યવ્યાપી આયોજનના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમથી નવા ઉમેદવારોમાં ઉત્સાહ અને સેવા ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.

ગાંધીનગરના ટાઉન હોલ ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યભરના નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયા હેઠળ કચ્છ જિલ્લાને કુલ 130 મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી 121 ઉમેદવારો નિમણૂક માટે પાત્ર ઠર્યા હતા.

આ પૈકી સાત ઉમેદવારોએ ગાંધીનગર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીના હસ્તે નિમણૂકપત્ર પ્રાપ્ત કર્યા હતા. જ્યારે બાકીના ઉમેદવારો કચ્છ કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યસ્તરીય કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ આજે જિલ્લા કલેક્ટરે તમામ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો એનાયત કરી તેમની નવી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા મહેસૂલી તલાટીઓને નિષ્ઠા, પારદર્શિતા અને લોકકેન્દ્રિત અભિગમ સાથે ફરજ બજાવવા પ્રેરિત કર્યા હતા. મહેસૂલી તલાટી તરીકેની જવાબદારી ગ્રામ્ય વિસ્તારોમાં મહેસૂલ સંબંધિત સેવાઓને વધુ સરળ, ઝડપી અને અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ ભરતીથી કચ્છ જિલ્લાના મહેસૂલ વિભાગમાં લાંબા સમયથી અનુભવાતી માનવબળની જરૂરિયાતને નોંધપાત્ર રાહત મળશે. સાથે જ સામાન્ય નાગરિકોને મહેસૂલ સંબંધિત વિવિધ સેવાઓ વધુ સુલભ અને સમયસર ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામ્ય વહીવટમાં પણ નવી ગતિ અને કાર્યક્ષમતાનો સંચાર થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande