પોરબંદર જિલ્લામાં તાલુકા કક્ષાએ જમીન દફતર નિરીક્ષકની નવી કચેરીઓ કાર્યરત
પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા જમીન દફતર સંબંધિત સેવાઓને વધુ સુલભ, ઝડપી અને અસરકારક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના ઠરાવો અનુસાર જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-2 સંવર્ગ અને તેમના હેઠળ
પોરબંદર જિલ્લામાં તાલુકા કક્ષાએ જમીન દફતર નિરીક્ષકની નવી કચેરીઓ કાર્યરત


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા જમીન દફતર સંબંધિત સેવાઓને વધુ સુલભ, ઝડપી અને અસરકારક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના ઠરાવો અનુસાર જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-2 સંવર્ગ અને તેમના હેઠળની તમામ જગ્યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરીને તાલુકા કક્ષાએ જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2 સંવર્ગની કચેરી કાર્યરત કરવામાં આવી છે. આ નિર્ણયથી તાલુકા કક્ષાએ જ જમીન દફતર સંબંધિત કામગીરીનું આયોજનબદ્ધ અને ઝડપી નિરાકરણ શક્ય બનશે તેમજ નાગરિકોને વિવિધ સેવાઓ માટે જિલ્લા કચેરી સુધી જવાની જરૂરિયાત રહેશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયના અનુસંધાને પોરબંદર જિલ્લામાં નવી તાલુકા કક્ષાની જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2ની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. પોરબંદર (શહેર) અને પોરબંદર (ગ્રામ્ય) માટેની કચેરી જિલ્લા સેવા સદન-1ના ત્રીજા માળે રૂમ નં. 308, 309 અને 313, એરપોર્ટ સામે, પોરબંદર ખાતે શરૂ કરવામાં આવી છે. રાણાવાવ તાલુકાની કચેરી રબારી કેડા રોડ, બાપા સીતારામની મઢુલી પાસે, રાણાવાવ ખાતે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે કુતિયાણા તાલુકાની કચેરી પ્રાંત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર, પોરબંદર–રાજકોટ નેશનલ હાઈવે ઉપર, કુતિયાણા ખાતે કાર્યરત કરવામાં આવી છે.

નવી વ્યવસ્થાના અમલથી જમીન દફતર સંબંધિત સેવાઓ તાલુકા કક્ષાએ જ ઉપલબ્ધ બનશે, જેના કારણે નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થશે તેમજ પ્રશ્નોનો ઝડપી અને અસરકારક નિકાલ શક્ય બનશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પોતાની કામગીરી માટે સંબંધિત તાલુકાની જમીન દફતર નિરીક્ષક કચેરીનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande