જામનગરમાં પોલીસ અને એનજીઓ દ્વારા કોલેજીયન વિદ્યાર્થીઓને જાગૃત કરવા 'નો ડ્રગ્સ કેમ્પિંગ' કાર્યક્રમ યોજાયો
જામનગર, 03 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ ''નો ડ્રગ્સ કેમ્પિંગ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ જામનગર જિલ્લા પોલીસ અને એનડીસી એનજીઓના સંયુક્ત ઉપક્ર
ડ્રગ્સ વિરોધી કાર્યક્રમ યોજાયો


જામનગર, 03 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ 'નો ડ્રગ્સ કેમ્પિંગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ જામનગર જિલ્લા પોલીસ અને એનડીસી એનજીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

કોલેજના પ્રિન્સિપાલ પી.વી. બાણૂગારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં DYSP જયવીરસિંહ ઝાલા, PSI એ.વી. ખેર અને એનજીઓના રુષિરાજ મોરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા નુકસાન, વર્તમાન સ્થિતિ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સમાજને નશામુક્તિનો સંદેશ આપતું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અભિયાનની માહિતી સંદર્ભે વિદ્યાર્થીઓને પેમ્ફલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

કોલેજના પ્રિન્સિપાલ બાણૂગારીયાએ સમાજને નશામુક્ત બનાવવા તથા સાયબર સુરક્ષા અંગે જામનગર જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ નેતૃત્વ પ્રોફેસર મનીષભાઈ ચતવાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande