વડોદરાના જેલ રોડ પર સિટી બસ ખોટકાતાં મુસાફરો પરેશાન, વિનાયક લોજિસ્ટિકના સંચાલન સામે ફરી સવાલો
વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના જેલ રોડ પર વિનાયક લોજિસ્ટિક સંચાલિત સિટી બસ અચાનક રસ્તા વચ્ચે ખોટકાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વ્યસ્ત માર્ગ પર બસ બંધ પડી જતાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો અને બસમાં મુસાફરી કરતા નોકર
સીટી બસ


સીટી બસ


વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના જેલ રોડ પર વિનાયક લોજિસ્ટિક સંચાલિત સિટી બસ અચાનક રસ્તા વચ્ચે ખોટકાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વ્યસ્ત માર્ગ પર બસ બંધ પડી જતાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો અને બસમાં મુસાફરી કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

મળતી માહિતી મુજબ, વહેલી સવારથી જ વિનાયક લોજિસ્ટિકની બે સિટી બસો ખોટકાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેના કારણે રોજિંદા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમયસર પોતાના ગંતવ્યસ્થાને પહોંચવાની આશાએ બસમાં બેઠેલા મુસાફરોને રસ્તા વચ્ચે જ ઉતરી વૈકલ્પિક વાહનોની શોધ કરવી પડી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બસોની જર્જરિત સ્થિતિને લઈને અગાઉ પણ અનેક વખત પ્રશ્નો ઉઠ્યા છે. આજે ફરી બસ રસ્તા વચ્ચે બંધ પડી જતાં સિટી બસ સેવાની ગુણવત્તા અને જાળવણીને લઈને ચર્ચા શરૂ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિનાયક લોજિસ્ટિકને સિટી બસ સંચાલન માટે ત્રણ માસનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. ત્યારે એક્સ્ટેન્શન મળ્યાના થોડા જ સમયમાં બસો વારંવાર ખોટકાવાની ઘટનાઓ સામે આવતાં સંચાલનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

ફિલહાલ બસ ખોટકાવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મુસાફરો તંત્ર પાસે નિયમિત જાળવણી, સલામત અને વિશ્વસનીય બસ સેવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે, જેથી આવી પરેશાનીનો ફરી સામનો ન કરવો પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande