વરસાદ વિના પાટણના ખેડૂતો ચિંતામાં, માત્ર 10% વાવેતર
પાટણ, 03 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં જૂન મહિનો કોરો રહેતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ચોમાસુ વાવેતર માટે તૈયારીઓ હોવા છતાં વરસાદ ન વરસતા 3 લાખ હેક્ટરમાંથી માત્ર અંદાજે 30 હજાર હેક્ટર એટલે કે 10 ટકા વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે. વહેલ
વરસાદ વિના પાટણના ખેડૂતો ચિંતામાં, માત્ર 10% વાવેતર


પાટણ, 03 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં જૂન મહિનો કોરો રહેતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ચોમાસુ વાવેતર માટે તૈયારીઓ હોવા છતાં વરસાદ ન વરસતા 3 લાખ હેક્ટરમાંથી માત્ર અંદાજે 30 હજાર હેક્ટર એટલે કે 10 ટકા વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે. વહેલું વાવેતર કરનાર ખેડૂતોનો પાક પણ હવે સુકાઈ જવાની સ્થિતિમાં છે. ખેડ-ખાતર અને મોંઘા બિયારણ પાછળ કરેલો ખર્ચ માથે પડે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડુતો ચિંતાતુર બન્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ આગામી 5 થી 10 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો પાકની સાથે પશુઓ માટેના ઘાસચારાની પણ અછત સર્જાશે અને ઉત્પાદન ઘટતાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande