ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા
અંબાજી, 03 જુલાઈ (હિ.સ.) : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરભાઈ ચૌધર
VIDHANSABHA-ADHYAKSH-AMBAJI-PA


VIDHANSABHA-ADHYAKSH-AMBAJI-PA


અંબાજી, 03 જુલાઈ (હિ.સ.) : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરભાઈ ચૌધરીએ સૌપ્રથમ શ્રી ગણપતિજીના મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી. ત્યારબાદ તેઓ મુખ્ય અંબાજી મંદિર પહોંચ્યા, જ્યાં વિધિ-વિધાન સાથે માં અંબેના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજીની પવિત્ર ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. શંકરભાઈ ચૌધરીએ નતમસ્તક થઈને માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરી. દર્શન બાદ તેમણે અંબાજીના બજારો બંધ જોવા મળતા તેની માહિતી મેળવી અને હાલના મોડા વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે માત્ર વેપારીઓ અને સ્થાનિક લોકો જ નહીં, પરંતુ ખેડૂતો તેમજ પશુ-પંખીઓ પણ વરસાદના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શંકરભાઈ ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે વરસાદનો સમય થઈ ગયો છે અને માં અંબાના આશીર્વાદથી ટૂંક સમયમાં સારો વરસાદ વરસશે. તેમણે સમગ્ર પ્રદેશના સુખ, સમૃદ્ધિ અને સારા વરસાદ માટે માં અંબાને પ્રાર્થના કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande