ફતેપુરામાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી સ્પાર્કિંગ, વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
વડોદરા , 03 જુલાઈ (હિ.સ.)વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં વરસાદી માહોલ દરમિયાન વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઝર્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ફતેપુરા હાથીખાના નજીક ભાંડવાડા તરફ જતા
શોર્ટ સર્કિટ


શોર્ટ સર્કિટ


વડોદરા , 03 જુલાઈ (હિ.સ.)વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં વરસાદી માહોલ દરમિયાન વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઝર્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ફતેપુરા હાથીખાના નજીક ભાંડવાડા તરફ જતા માર્ગ પર આવેલા વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થતાં જ સ્પાર્કિંગ સાથે આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં એમજીવીસીએલ (MGVCL)ની ટીમ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે વિસ્તારમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વરસાદી સિઝનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ તથા સ્પાર્કિંગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. આવી સ્થિતિને કારણે સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, સ્થાનિકોએ વરસાદી મોસમ દરમિયાન વીજ માળખાની સમયસર તપાસ અને જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande