જામનગરમાં આચાર્ય સામે નોંધાયેલ ફરિયાદમાંથી એટ્રોસિટી કલમ હટાવવા શિક્ષક સંઘની માંગ
જામનગર, 03 જુલાઈ (હિ.સ.) : જામનગરની શાળા નંબર 19ના આચાર્ય રામભાઈ સોલંકી સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદમાંથી એટ્રોસિટી એક્ટની કલમો રદ કરવાની માંગ સાથે આજે શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર અને નાયબ પોલીસ વડાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ ઘટના 29
શિક્ષણ સંઘ ની રજુઆત


જામનગર, 03 જુલાઈ (હિ.સ.) :

જામનગરની શાળા નંબર 19ના આચાર્ય રામભાઈ સોલંકી સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદમાંથી એટ્રોસિટી એક્ટની કલમો રદ કરવાની માંગ સાથે આજે શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર અને નાયબ પોલીસ વડાને આવેદનપત્ર સુપરત કરાયું હતું.

આ ઘટના 29 જૂન, 2026ના રોજ બની હતી, જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૯ના આચાર્ય રામભાઈ સોલંકી દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની વિગતો મીડિયા દ્વારા પ્રકાશમાં આવી હતી.

આ મામલે 2 જુલાઈ, 2026ના રોજ સિટી-સી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીના વાલી પ્રવીણભાઈ અરજણભાઈ પાંડાવદરા દ્વારા આચાર્ય રામભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શિક્ષક સંઘની રજૂઆત મુજબ, શાળાના સંચાલન માટે સરકાર દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને વાલી સમિતિ કાર્યરત છે. શાળાના વિવિધ શિક્ષકોના નિવેદનો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ સાથે સમાનતાના ધોરણે શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ વિદ્યાર્થીઓને સહભાગી બનાવવામાં આવે છે. જામનગર શહેરની કુલ 45 શાળાઓ અને 2 અંગ્રેજી માધ્યમની શાળાઓ મળીને કુલ 47 શાળાઓમાં ક્યાંય પણ આવા પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી.

આ સંજોગોમાં, ફરિયાદમાં દાખલ કરાયેલી એટ્રોસિટી એક્ટની કલમો કોઈપણ ભેદભાવ વિના દાખલ કરવામાં આવી હોવાથી તેને રદ કરીને ન્યાયિક તપાસ યોજવામાં આવે તેવી માંગ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ - જામનગર દ્વારા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande