ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 520 રૂપિયા સુધી રહ્યા.
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મ
માર્કેટિંગ યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 1496 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 73 રૂપિયાથી 520 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 197 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 206 રૂપિયાથી લઈને 446 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 113 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 42795 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 566 રૂપિયાથી લઈને 2490 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 210 રૂપિયાનો વધારો નોંધાયો છે.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગડી નો 1470 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી 32 નો ભાવ 1256 રૂપિયા સુધી રહ્યો હતો.જ્યારે મગફળી જી 20 નો ભાવ 1344 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે 66 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.

જ્યારે આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં કપાસની 7 ગાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 955 રૂપિયાથી લઈને 1629 રૂપિયા સુધી રહ્યા હતા.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 514 કટ્ટા ની આવક નોંધાઈ હતી તેના ભાવ 432 રૂપિયાથી લઈને 524 રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1000 રૂપિયાથી લઈને 2651 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 1300 રૂપિયાથી લઈને 3871 સુધી રહ્યો હતો આજે 219 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 19 રૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવ ગઈકાલની સરખામણીએ 20 રૂપિયાનો વધારો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande