
વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ભાજપ પાર્લામેન્ટીએ વડોદરા મહાનગરપાલિકાના પાંચે પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ વખતના પાંચેય પદાધિકારીઓએ 19એ 19 વોર્ડ માં સંકલન ની શરૂઆત કરી છે, ત્યારે આજે વોર્ડ નંબર 13 માં સંકલનની બેઠક મળી હતી.
આ બેઠક મેયરના અધ્યક્ષ સ્થાને બોર્ડના તમામ અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઇ હતી. જેમાં ખાસ કરીને બોર્ડમાં પ્રિમોન્સૂનની કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તો સાથે છેલ્લા ઘણા સમયથી આ જ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેને નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારમાં શિયાપુરા વિસ્તારમાં ગટરના ઢાંકણાની સમસ્યા તેમજ શૌચાલયની સમસ્યાનું પણ સામે આવી હતી ત્યારે આપ તમામ બાબતોને લઈને મેયર તમામ લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરી અને સૂચન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારમાં દબાણની પણ ખૂબ વિકટ સમસ્યા છે ત્યારે દબાણ વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે તેવી મેયરે હૈયાધારણા આપી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ