અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી પાણી
- સુવિધાઓ મળે એટલે લોકો ટેક્ષ ભરે છે પણ અસુવિધાઓનો કોઈ પાર નથી - શાળાના બાળકો ,રાહદારીઓ ,ફોરવ્હીલ અને દ્વિચક્રી વાહનો પાણીમાં ફસાયા ભરૂચ, 03 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં હજુ તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનની માત્ર શરૂઆત જ થઈ
અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી પાણી


અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી પાણી


અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી પાણી


અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી પાણી


અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી પાણી


- સુવિધાઓ મળે એટલે લોકો ટેક્ષ ભરે છે પણ અસુવિધાઓનો કોઈ પાર નથી

- શાળાના બાળકો ,રાહદારીઓ ,ફોરવ્હીલ અને દ્વિચક્રી વાહનો પાણીમાં ફસાયા

ભરૂચ, 03 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં હજુ તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનની માત્ર શરૂઆત જ થઈ છે, ત્યાં જ જીઆઈડીસી એસ્ટેટની ભયાનક વાસ્તવિકતા સામે આવી ગઈ છે. શરૂઆતી વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાવા અને અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાતા ઉદ્યોગકારો અને સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સામાન્ય વરસાદમાં આ હાલત હોય, તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આશંકાઓ લોકો કરી રહ્યા છે.

અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં સરદાર પાર્ક, ગણેશ પાર્ક, જલધારા ચોકડી,પશુપતિનાથ મહાદેવ મંદિર તેમજ અન્ય નીચાણ વાળા વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ ગોઠણ સમા પાણી ભરાય ગયા હતા. આ વરસાદી પાણીના ભરાવાને લીધે શાળાના બાળકો, રાહદારીઓ, ફોરવ્હીલ અને દ્વિચક્રી વાહનોને તેમાં ફસાયા હતા.ઘણા વાહનો તો પાણીમાં બંધ થઈ જતા ધકા મારીને કાઢવા પડ્યા હતા. આવી પાયાની સમસ્યાઓ માટે પણ જો લોકોને હાલાકી પડતી હોય તો મોટા કામો વિકાસના ક્યાંથી શક્ય બને. ઉદ્યોગકારો માટેના આ એસ્ટેટમાં આવી અસુવિધાઓ હોય તો બીજે શુ પરિસ્થિતિ હશે. નોટિફાઈડ નો ટેક્સ ભરી ભરીને લોકો પર આર્થિક બોજ વધતો જાય છે ત્યારે એઆઈએ અને નોટીફાઇડ ઓથોરીટી બોર્ડ આ બાબતે કેમ કોઈ ઠોસ પગલા નથી ભરતું.

પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું પાયાના પ્રશ્નો યથાવત

જીઆઈડીસી એસ્ટેટમાં કહેવા ખાતર તો ઘણી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. અહીંના પાયાના પ્રશ્નો અને સમસ્યાઓનો આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. માત્ર કાગળ પર દેખાતી સુવિધાઓ જમીની હકીકત પર પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે.

પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર? તંત્રને વહેલી તકે જાગવાની જરૂર છે.

ચોમાસા પહેલાં લાખો રૂપિયાના ખર્ચે થતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર દેખાડો સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે. જો એઆઈએ અને નોટીફાઈડ તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

તાકીદે કાંસો અને ગટરોની સફાઈ કરવી જરૂરી છે. જો પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થઈ હોય, તો હવે યુદ્ધના ધોરણે વરસાદી કાંસો અને ગટરો સત્વરે સાફ કરવી અનિવાર્ય બની ગઈ છે.વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા જીઆઈડીસીના દરેક નાના-મોટા વિસ્તારોમાંથી વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તેવી સચોટ અને આધુનિક વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગોઠવવી જોઈએ જેથી મોટું નુકસાન અટકાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande