




- વરસાદ પડતા નેત્રંગના ચાર રસ્તાની ચારેય બાજુના રોડ ઉપર પાણી ફરી વળ્યા.
ભરૂચ, 03 જુલાઈ (હિ.સ.) : નેત્રંગ પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે ચોમાસાની સીઝનનો સારો વરસાદ વરસતા સ્થાનિકો સહિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક સમયથી નબળા અને દીર્ઘદ્રષ્ટિ તેમજ વહીવટી. આવડતના અભાવે પાયાની સુવિધાઓની જે સમસ્યાઓ સર્જાતી હતી, તેની વચ્ચે આ કુદરતી આફત આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોની ચિંતામાં આંશિક રાહત મળી છે. પરંતુ નેત્રંગના ચાર રસ્તાની ચારેય બાજુ રસ્તા ઉપર પાણી જ પાણી થઈ ગયું હતું અને વાહન વ્યવહારને અસર થઈ હતી.
નેત્રંગ ટાઉનમાં વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તાર અને રસ્તા પર ભરાયા પાણી.વરસાદ પડતા નેત્રંગના ચાર રસ્તાની ચારેય બાજુના રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ચોમાસા પહેલા રસ્તાની બાજુની ગટરો સાફ થઈ નહીં તેમજ પ્રીમોન્સુન કામગીરી ના ઊડી ગયા છે ધજાગરા. નેત્રંગ ટાઉન ઘણો ઊંચાઈ ઉપર આવેલ છે છતાં ચોમાસાના આગમન ટાણે દર વર્ષે પાણી ભરાય જાય છે. હાલ મોવી કવચીયા નેશનલ હાઈવે નંબર 56 નું ફોર લેનનું કામ ચાલુ હોવાથી દરેક રસ્તા પણ ખોદી નાખવામાં આવ્યા છે જેને લઇને પણ પાણી ભરાવાની સમસ્યા છે .વર્ષોથી ચાલી આવતી સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી.
ચોમાસાની સીઝનનો સારો વરસાદ વરસવાને કારણે કાળઝાળ ગરમીથી પરેશાન અને વાવણીની ચિંતામાં ડૂબેલા ખેડૂતોના ચહેરા પર રોનક પરત ફરી છે. આ વરસાદથી પાકને નવું જીવન મળશે તેવી આશા બંધાઈ છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્રની નબળી દીર્ઘદ્રષ્ટિ અને નબળા આયોજનના અભાવે પાયાની સુવિધાઓનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલતી આવતી આ સમસ્યાઓનું આજદિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે. પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદે જ સ્થાનીય વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. યોગ્ય આયોજનના અભાવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પાયાની સુવિધાઓ ઠપ્પ થવાની સમસ્યાઓ ફરી સપાટી પર આવી છે.
ખેડૂત પ્રતિભાવ ચોમાસાનો સારો વરસાદ થતાં વાવણી લાયક માહોલ બન્યો છે. આ વરસાદથી અમારી ચિંતાઓમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ જો તંત્ર દ્વારા પાયાની સુવિધાઓ સુધારવામાં આવે તો મુશ્કેલીઓ ઓછી થઈ શકે તેમ છે.તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ પાયાની સુવિધાઓની નબળાઈઓ દૂર કરી તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ