કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદને કારણે 15થી 17 વીજ પોલ ધરાશાયી
પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં કુતિયાણા અને માધવપુર ઘેડ સહિતનાવિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને પવનના કારણે કુતિયાણામાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે અચાનક
કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે 15થી 17 વીજ પોલ ધરાશાયી.


કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે 15થી 17 વીજ પોલ ધરાશાયી.


કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે 15થી 17 વીજ પોલ ધરાશાયી.


કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે 15થી 17 વીજ પોલ ધરાશાયી.


કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે 15થી 17 વીજ પોલ ધરાશાયી.


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં કુતિયાણા અને માધવપુર ઘેડ સહિતનાવિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને પવનના કારણે કુતિયાણામાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે અચાનક તેજ પવન સાથે વરસાદ શરૂ થતાં એક પછી એક અંદાજે 15 થી 17 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયાના અહેવાલો સામે આવ્યા છે. થાંભલા ધરાશાયી થતાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગની ટીમો સ્થળ પર પહોંચી નુકસાનનું મૂલ્યાંકન અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરીમાં લાગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. બીજી તરફ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં પણ મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી હતી. અહીં અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાહતા. જ્યારે ગ્રામ્યવિસ્તારોમાં પણ વરસાદી પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. જિલ્લામાં થયેલા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતી માટે વરસાદ અનુકૂળ સાબિત થતાં વાવેતર અને ઉભા પાકને લાભ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande