સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ભાઉકાળે ગલીના શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ મંદિરે ભક્તો ઉમટ્યા
વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : સંકષ્ટી ચતુર્થીના પાવન અવસરે વડોદરા શહેરના ભાઉકાળે ગલી સ્થિત પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રી ગણપતિ મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્
ગણપતિ બાપ્પા


ગણપતિ બાપ્પા


ગણપતિ બાપ્પા


વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : સંકષ્ટી ચતુર્થીના પાવન અવસરે વડોદરા શહેરના ભાઉકાળે ગલી સ્થિત પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રી ગણપતિ મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને સુખ, સમૃદ્ધિ તેમજ જીવનના તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

મંદિર પરિસરમાં દિવસભર વિશેષ પૂજા-અર્ચના, ગણપતિ અથર્વશીર્ષના પાઠ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે આજે રાત્રે ચંદ્રોદય બાદ વિશેષ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતનું પારણું ચંદ્રદર્શન બાદ કરવામાં આવતું હોવાથી આ મહા આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે.

પંચાંગ મુજબ આજે ચંદ્રોદયનો સમય અંદાજે રાત્રે 9:51 વાગ્યે રહેવાની સંભાવના છે. ચંદ્રોદય બાદ યોજાનારી મહા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી મંદિર ટ્રસ્ટે આશા વ્યક્ત કરી છે.

સંકષ્ટી ચતુર્થીના આ પવિત્ર અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande