વીજપોલ મુદ્દે સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને જમીનની વર્તમાન કિંમતથી બે ગણું વળતર ચૂકવાશે
ગાંધીનગર,03 જુલાઇ (હિ.સ.) વીજપોલ મુદ્દે સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને જમીનની વર્તમાન કિંમતથી બે ગણું વળતર ચૂકવાશે. અત્યાર સુધીના નિયમ મુજબ ખેડૂતોને જમીનની જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે નવી નીતિ હેઠળ રાજ્યના ખેડૂતોન
Government's big announcement on the issue of electricity poles, farmers will be paid compensation twice the current value of the land


ગાંધીનગર,03 જુલાઇ (હિ.સ.) વીજપોલ મુદ્દે સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને જમીનની વર્તમાન કિંમતથી બે ગણું વળતર ચૂકવાશે. અત્યાર સુધીના નિયમ મુજબ ખેડૂતોને જમીનની જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે નવી નીતિ હેઠળ રાજ્યના ખેડૂતોને બજાર આધારિત (માર્કેટ વેલ્યુ મુજબ) વળતર મળશે.

રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત રજૂઆતો મળી રહી હતી.

સરકાર ખેડૂતોના હિત પ્રત્યે સંવેદનશીલ રહી છેલ્લા લગભગ 12 દિવસથી મેરેથોન બેઠકો યોજી હતી. કેટલીક બેઠકો તો રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી. નિર્ણયની આર્થિક અને વહીવટી અસરો અંગે પણ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આખરે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઈન કે વીજ પોલ માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું. પરંતુ હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજારભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી ની રચના કરવામાં આવશે. આ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના વેલ્યુઅર અને જિલ્લા કલેક્ટરનો સમાવેશ કરવામાં આવશે.

સરકારે ખેડૂતોને વધુ લાભ મળે તે માટે પાયાના વિસ્તારની ગણતરીમાં વધારાનો એક મીટર વિસ્તાર પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત અગાઉ 40-40-20ના હપ્તાવાર રેશિયોમાં આપવામાં આવતું વળતર હવે એકસાથે અગાઉથી જ ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને રાહ જોવી ન પડે.

વળતરના નવા ધોરણ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બજારભાવના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60 ટકા વળતર ચૂકવવામાં આવશે.

સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે, જેમને જૂના નિયમો મુજબ વળતર મળ્યું છે પરંતુ વીજ લાઈનનું કામ હજુ ચાલુ છે, તેઓને પણ નવા નિયમોનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી, રાજ્યભરના હજારો અસરગ્રસ્ત ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને લાંબા સમયથી ચાલી રહેલી વળતરની માંગણીનો અંત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande