બાવળા તાલુકાના સાકોદરા ગામના તળાવમાં, મોટી સંખ્યામાં માછલીઓના મોત,દુર્ગંધથી રોગચાળાનો ભય
અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સાકોદરા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત,દુર્ગંધથી રોગચાળાનો ભય ફેલાયો છે. બાવળા તાલુકાના સાકોદરા ગામના તળાવમાં મોટી સંખ્યામાં, માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચિંતા
બાવળા તાલુકાના સાકોદરા ગામના તળાવમાં, મોટી સંખ્યામાં માછલીઓના મોત,દુર્ગંધથી રોગચાળાનો ભય


અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સાકોદરા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત,દુર્ગંધથી રોગચાળાનો ભય ફેલાયો છે.

બાવળા તાલુકાના સાકોદરા ગામના તળાવમાં મોટી સંખ્યામાં, માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ છે. તળાવમાં મૃત હાલતમાં તરતી માછલીઓને કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તળાવની બાજુમાં જ શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા વધી છે. સ્થાનિકોએ ભીતિ વ્યક્ત કરી છે કે, જો સમયસર મૃત માછલીઓનો યોગ્ય નિકાલ અને તળાવની સફાઈ નહીં થાય તો રોગચાળો ફેલાઈ શકે છે.

ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘટનાની તપાસ કરવા, માછલીઓના મોતનું કારણ શોધવા, મૃત માછલીઓનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા અને સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવા માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande