વરસાદ વચ્ચે પોરબંદર દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ દેખાયું
પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં અંદાજે ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાં વચ્ચે પોરબંદર ચોપાટી ખાતે સાંજના સમયે ડોલ્ફિન માછલીઓની અઠખેલીઓ જોવા મળતાં
વરસાદ વચ્ચે પોરબંદર દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ દેખાયું.


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં અંદાજે ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાં વચ્ચે પોરબંદર ચોપાટી ખાતે સાંજના સમયે ડોલ્ફિન માછલીઓની અઠખેલીઓ જોવા મળતાં દરિયાકિનારે ફરવા આવેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દરિયામાં ભારે કરંટ હોવા છતાં ડોલ્ફિનના ઝુંડ વારંવાર પાણીમાંથી ઉછળતા નજરે પડ્યા હતા. આ અદ્ભુત નજારો નિહાળવા ચોપાટી પર ઉપસ્થિત લોકો થોભી ગયા હતા અને અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં આ મનમોહક દૃશ્યો કેદ કર્યા હતા. ડોલ્ફિનની ઉછળકૂદને કારણે દરિયાકિનારે કુદરતી સૌંદર્યનો અનોખો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લાના માધવપુરથી દ્વારકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અવારનવાર ડોલ્ફિન જોવા મળે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન દરિયાની અનુકૂળ પરિસ્થિતિમાં ડોલ્ફિનની હાજરી વધુ જોવા મળતી હોવાનું સ્થાનિકો અને માછીમારો જણાવી રહ્યા છે.જોકે વહીવટી તંત્ર દ્વારા દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાંને ધ્યાનમાં રાખીને નાગરિકોને દરિયાકિનારાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. તેથી લોકોએ માત્ર સુરક્ષિત અંતરેથી જ આ કુદરતી નજારો નિહાળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande