બગવદર પોલીસે કારમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચેકિંગ દરમિયાન અડવાણા ચેક પોસ્ટ નજીક રોડ પર ક્રેટા કારમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. પોલીસે રૂ. 4.75 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ
બગવદર પોલીસે કારમાંથી 600 લીટર દે શી દારૂનો જથ્થો ઝડપી પાડયો.


બગવદર પોલીસે કારમાંથી 600 લીટર દે શી દારૂનો જથ્થો ઝડપી પાડયો.


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચેકિંગ દરમિયાન અડવાણા ચેક પોસ્ટ નજીક રોડ પર ક્રેટા કારમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. પોલીસે રૂ. 4.75 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન કેશુ રામાભાઈ મોરી રહે. બખરલા ગામ માલદેવાડી નેશ, તા. પોરબંદરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ભુરા હાદાભાઈ કટારા, રહે. વીજફાડિયા નેશ, તા. રાણાવાવ અને નાથા ઉર્ફે નાથશુર ગઢવી, રહે. પડાણા ગામ સારણનેશ, તા. લાલપુર, જિ. જામનગર ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી GJ-11-BH-0700 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી 12 બાચકામાં ભરેલી કુલ 600 લીટર દેશી દારૂ, એક મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ. 4,75,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીએ આ દારૂનો જથ્થો ફરાર આરોપી ભુરા હાદાભાઈ કટારા પાસેથી મેળવ્યો હોવાનું અને ફરાર આરોપી નાથા ઉર્ફે નાથશુર ગઢવી સુધી પહોંચાડવા માટે કારમાં હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે બગવદર પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande