ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશના વિવિધ ભાગોમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય
અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા, ઉત્તર ઓડિશા કિનારા નજીક સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી વિસ્તરેલું ઓફ-શોર ટ્રફ તેમજ પશ્ચિમી વિક્ષોભના સંયુક્ત પ્રભાવને કારણે ચોમાસું વધુ મજબૂત બન્ય
several weather systems are active simultaneously in different parts of the country.


અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા, ઉત્તર ઓડિશા કિનારા નજીક સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી વિસ્તરેલું ઓફ-શોર ટ્રફ તેમજ પશ્ચિમી વિક્ષોભના સંયુક્ત પ્રભાવને કારણે ચોમાસું વધુ મજબૂત બન્યું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન આ તમામ સિસ્ટમ વધુ સક્રિય બનતાં ઉત્તર અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાક (2 જુલાઈ સવારે 6 વાગ્યાથી 3 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી) દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મંગરોળમાં 321 મીમી (12.64 ઇંચ) નોંધાયો છે. ત્યારબાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 314 મીમી (12.36 ઇંચ) અને જૂનાગઢના કેશોદમાં 278 મીમી (10.94 ઇંચ) વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 256 મીમી (10.08 ઇંચ), જૂનાગઢના માળીયા હાટીનામાં 232 મીમી (9.13 ઇંચ) અને માણાવદરમાં 230 મીમી (9.06 ઇંચ) વરસાદ નોંધાયો છે.

જ્યારે મહેસાણાના કડીમાં 225 મીમી (8.86 ઇંચ), જામનગરના જામજોધપુરમાં 179 મીમી (7.05 ઇંચ), ગીર સોમનાથના કોડીનારમાં 152 મીમી (5.98 ઇંચ) અને પોરબંદરના કુતિયાણામાં 147 મીમી (5.79 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેન્દ્રિત રહ્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે ત્રીજી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગે રાજ્યમાં આજે ત્રીજી જુલાઈના રોજ 3 કલાક એટલે કે, બપોરે એક વાગ્યા સુધીની ટૂંકી આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઠ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande