સાવલીમાં તલાટી કમ મંત્રીઓનું આવેદનપત્ર, વધારાના કામના બોજમાંથી મુક્તિની માંગ
વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આહ્વાનને અનુસરી તલાટી કમ મંત્રીઓએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. તલાટીઓએ સરકાર સમક્ષ વ
આવેદનપત્ર


વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આહ્વાનને અનુસરી તલાટી કમ મંત્રીઓએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.

તલાટીઓએ સરકાર સમક્ષ વધારાના કામના બોજમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની મૂળભૂત કામગીરી ઉપરાંત અન્ય વિભાગોની જવાબદારીઓ પણ સોંપવામાં આવતાં કર્મચારીઓ પર કામનું ભારણ સતત વધી રહ્યું છે.

સાવલી તાલુકાની કુલ 80 ગ્રામ પંચાયતોમાં હાલમાં માત્ર 40 તલાટી કમ મંત્રીઓ કાર્યરત હોવાનું જણાવાયું હતું. કર્મચારીઓની અછત વચ્ચે વધારાની કામગીરીને કારણે નિયમિત કામગીરી પ્રભાવિત થતી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

આવેદનપત્ર મારફતે તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી બંધ રાખવાના આંદોલન અંગે તંત્રને જાણ કરી હતી. સાથે જ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની કામગીરી નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

તલાટી કમ મંત્રીઓએ સરકારને વહેલી તકે તેમની માંગણીઓ પર યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે, જેથી કર્મચારીઓ પરનો વધારાનો બોજ ઓછો થઈ શકે અને ગ્રામ્ય સ્તરે સેવાઓ અસરકારક રીતે ચાલુ રહી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande