ભાવનગર એલસીબીનો દરોડો: વિદેશી દારૂનો જથ્થો અને બાઈક જપ્ત, આરોપી ફરાર
ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 576 બોટલો અને એક મોટરસાયકલ સહિત કુ
પકડાયેલ દારૂ નો જથ્થો


ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 576 બોટલો અને એક મોટરસાયકલ સહિત કુલ ₹1,07,760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ અનીલભાઈ પીઠવા, રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, બોરતળાવ, ભાવનગર, કુંભારવાડા રેલવે ફાટક પાસે સિંહા કોલોની પાછળ આવેલા બાવળના કાંટ વિસ્તારમાં હીરો હોન્ડા પેશન પ્રો મોટરસાયકલમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો સંતાડી હેરફેર કરી રહ્યો છે.

આ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા તપાસ દરમિયાન પ્લાસ્ટિકની કંપની સીલપેકમાં પેક કરેલી બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કીની 180 એમએલની કુલ 576 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત અંદાજે ₹77,760 હોવાનું પોલીસે જણાવ્યું છે. ઉપરાંત દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી હીરો હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ (રજી. નં. GJ-04-BC-5030) કિંમત ₹30,000 પણ કબજે લેવામાં આવી હતી. આમ કુલ ₹1,07,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પ્રજ્ઞેશ અનીલભાઈ પીઠવા હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ભાવનગર એલસીબી દ્વારા શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર અને હેરફેર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આવા ગેરકાયદે કારોબારમાં સંડોવાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande