એસ.ઓ.એસ. હોસ્પિટલમાં સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો, 51 યુનિટ રક્ત એકત્રિત
ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.)એસ.ઓ.એસ. હોસ્પિટલના ચેરમેન ભાવેશભાઈ કલસરિયાના માર્ગદર્શન હેઠળ સમાજસેવાના ઉદ્દેશ સાથે સર્વરોગ મફત નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ
નિશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો


ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.)એસ.ઓ.એસ. હોસ્પિટલના ચેરમેન ભાવેશભાઈ કલસરિયાના માર્ગદર્શન હેઠળ સમાજસેવાના ઉદ્દેશ સાથે સર્વરોગ મફત નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને જનકલ્યાણની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.

નિદાન કેમ્પમાં હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. ડૉ. યોગેશ કાતરીયા (એમ.ડી. મેડિસિન), ડૉ. યશ પટેલ (ડી.એન.બી. ઓર્થોપેડિક્સ), ડૉ. અવની જીંજાળા (એમ.ડી. પીડિયાટ્રિક્સ), ડૉ. કિરણ હડિયા (એમ.બી./ડી.જી.ઓ. – એનબીઇએમએસ) તેમજ ડૉ. વિમલ ધાનાણી (એનેસ્થેટિસ્ટ) દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરીને જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર્દીઓએ નિષ્ણાત તબીબોની સલાહ મેળવી આરોગ્ય સંબંધિત પ્રશ્નોના યોગ્ય નિરાકરણ મેળવ્યા હતા.

ડોક્ટર ડે નિમિત્તે હોસ્પિટલ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પને પણ લોકોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. યુવાનો સહિત વિવિધ વયજૂથના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 51 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ ઉપયોગી બનશે.

આ સેવાકીય કાર્યની નોંધ લેતા નવકાર બ્લડ બેંક દ્વારા એસ.ઓ.એસ. હોસ્પિટલનું સન્માન કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલને ભેટ અર્પણ કરીને સમગ્ર ટીમના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.

પ્રસંગે ચેરમેન ભાવેશભાઈ કલસરિયાએ તમામ રક્તદાતાઓ, તબીબો, હોસ્પિટલ સ્ટાફ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજના આરોગ્ય અને કલ્યાણ માટે ભવિષ્યમાં પણ આવા નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને રક્તદાન જેવા લોકહિતના કાર્યક્રમો સતત યોજવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande