ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિતે જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાય.
પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે અટલ ભવન સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મોહનભાઈ ક
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિતે  જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાય.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિતે  જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાય.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિતે  જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાય.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની 125મી જન્મજયંતિ નિમિતે  જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાય.

પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે અટલ ભવન સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ તેમનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરાએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન, તેમના સામાજિક અને રાજકીય યોગદાન તેમજ ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ તરીકેની તેમની ઐતિહાસિક ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રવાદી વિચારધારાને મજબૂત બનાવવા સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે કાર્યકર્તાઓને ડૉ. મુખર્જીના જીવનમૂલ્યો, ત્યાગ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠામાંથી પ્રેરણા લઈને સમાજ અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તેમના જીવનચરિત્ર અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, મેયર સાગરભાઈ મોદી, જિલ્લા મહામંત્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, વિવિધ મંડળોના હોદ્દેદારો, મોરચા અને સેલના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભાવના અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande