જામનગરના બેડેશ્વરમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો : 5 સામે ગુનો નોંધાયો
જામનગર, 04 જુલાઈ (હિ.સ.) : જામનગરના બેડેશ્વર વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ અંગ
હુમલો


જામનગર, 04 જુલાઈ (હિ.સ.) : જામનગરના બેડેશ્વર વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ ગત તા.1 જુલાઈના રોજ તેઓ બેડેશ્વર વિસ્તારમાં રહેતા ઇમશનભાઈ હાજીભાઈ વાંઢા પોતાના પિતાની તબિયત જાણવા માટે તેમના ઘરે ગયા હતા. જયાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે શાળા નંબર 55 પાસે યાસીન ઉર્ફે બાબરી ગંઢાર, તેનો ભાઈ મનસુર ગંઢાર, હમીદ ખત્રી, શાહરુખ ખત્રી અને ફિરોજ ખત્રી જાહેર રસ્તા પર ઉભા હતા. આરોપીઓએ ફરિયાદીને રોકી તેમના સગા રફિક સાથે ચાલતા વિવાદ અંગે પૂછપરછ કરી હતી. ફરિયાદી દ્વારા પોતાને કોઈ જાણકારી ન હોવાનું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.

ફરિયાદ મુજબ યાસીન ઉર્ફે બાબરીએ લોખંડના પાઇપ જેવા હથિયારથી ફરિયાદીના માથાના જમણા ભાગે ઘા કર્યો હતો, જ્યારે અન્ય ચાર આરોપીઓએ ફરિયાદીને પકડી રાખી મુક્કા-પાટુનો માર માર્યો હતો. મારામારીનો અવાજ સાંભળી આસપાસના લોકો એકત્ર થતાં પાંચેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ઇજાગ્રસ્તને તેમના સગાએ સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં માથામાં પાંચ ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સારવાર દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું હતું કે તેમના સગા રફિક અને યાસીન ઉર્ફે બાબરી વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગઈકાલે શુક્રવારે ઇમરાનભાઈ હાજીભાઈ વાંઢાની ફરિયાદના આધારે પોલીસે યાસીન ઉર્ફે બાબરી ગંઢાર, મનસુર ગંઢાર, હમીદ ખત્રી, શાહરુખ ખત્રી અને ફિરોજ ખત્રી સામે જીવલેણ હુમલો, મારામારી, ધમકી, એકસંપ તથા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande