સિદ્ધપુરમાં સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ, ગરમીથી મળી રાહત
પાટણ, 04 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસા
સિદ્ધપુરમાં સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ, ગરમીથી મળી રાહત


પાટણ, 04 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ભારે વરસાદની અસર હાઈવે પર પણ જોવા મળી હતી. વાહનોની ગતિ ધીમી પડી હતી અને કેટલાક સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક રહીશો અને વેપારીઓને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, લાંબા સમયથી ચાલતી ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી હતી.

વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ વરસાદની મજા માણી હતી અને સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande