હારીજમાં પ્રથમ વરસાદે વિકાસના કામોની ખામી ઉજાગર કરી
પાટણ, 04 જુલાઈ (હિ.સ.)હારીજમાં કરોડોના ખર્ચે ફેઝ-2 હેઠળ ભૂગર્ભ ગટર લાઇન અને પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. જોકે કામગીરી હજુ પૂર્ણ ન થતાં પ્રથમ જ વરસાદમાં અનેક વિસ્તારોમાં ઉબડખાબડ રસ્તા, પાણીની પાઇપલાઇન તૂટવાની સમસ્યા અને વરસાદી પાણી
હારીજમાં પ્રથમ વરસાદે વિકાસકામોની ખામી ઉજાગર કરી


હારીજમાં પ્રથમ વરસાદે વિકાસકામોની ખામી ઉજાગર કરી


પાટણ, 04 જુલાઈ (હિ.સ.)હારીજમાં કરોડોના ખર્ચે ફેઝ-2 હેઠળ ભૂગર્ભ ગટર લાઇન અને પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. જોકે કામગીરી હજુ પૂર્ણ ન થતાં પ્રથમ જ વરસાદમાં અનેક વિસ્તારોમાં ઉબડખાબડ રસ્તા, પાણીની પાઇપલાઇન તૂટવાની સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. એક જ રાતમાં પડેલા સવા બે ઇંચ વરસાદથી બરફની ફેક્ટરીથી બેચરાજી બાયપાસ સુધી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આશાપુરા સોસાયટી અને ચાણસ્મા હાઇવે પર આવેલી શિવશક્તિ સોસાયટીમાં પણ રસ્તાઓ પર પાણી અને કાદવ-કીચડ ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. રહિશોને નોકરી-ધંધા માટે ઘરેથી નીકળવામાં મુશ્કેલી પડી હતી. સ્થિતિ સુધારવા માટે પાલિકા અને કોન્ટ્રાક્ટરે બે જેસીબી મશીનની મદદથી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.

આશાપુરા સોસાયટીના રહિશોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં પાલિકા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. સ્થાનિકોએ જણાવ્યું કે પ્રથમ જ વરસાદમાં ઘરના આંગણા સુધી પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તાત્કાલિક અસરકારક આયોજન કરવાની માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande