
પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન હેઠળ રાણાવાવ પોલીસે ભરણપોષણ કેસમાં 15 માસની સજાના વોરંટથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, જેતપુર ફેમિલી કોર્ટમાં ભરણપોષણના કેસમાં આરોપી સામે રૂ. 64 હજારની ભરણપોષણ રકમ ચૂકવવાનો તેમજ 15 માસની સજાનો વોરંટ જારી કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી ફરાર હતો. ખાનગી બાતમીના આધારે રાણાવાવ પોલીસે તેના રહેણાંક મકાનેથી તેની ધરપકડ કરી હતી.પકડાયેલ આરોપીની ઓળખ રાજુ કારાભાઈ ઓડેદરા, રહે. આદિત્યાણા ગામ, તપેશ્વર મહાદેવ મંદિર પાસે, તા. રાણાવાવ તરીકે થઈ છે. આરોપીને સજાની અમલવારી માટે પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી પોરબંદર પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરિયાના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. ડાંગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. ડી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ એસ. આર. કરંગિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya