સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે યોજી પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક
ગીર સોમનાથ, 04 જુલાઈ (હિ.સ.) : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે વેરાવળ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં વેદ-વેદાંગ અને પુરાણ વિષયના Ph.D. સ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે


ગીર સોમનાથ, 04 જુલાઈ (હિ.સ.) : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે વેરાવળ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં વેદ-વેદાંગ અને પુરાણ વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. બાહ્ય-વિષય નિષ્ણાંતરૂપે ડૉ. પ્રવીણ એમ. અમીન, અસોસિયેટ પ્રોફેસરસંસ્કૃત વિભાગ જે. એલ. કોટેચા આર્ટ્સ અને એસ. એચ. ગાર્ડી કોમર્સ કૉલેજ, કાકણપુર, ગોધરા, પુરાણ વિષયના માર્ગદર્શક તરીકે અસોસિએટ પ્રોફે. પંકજકુમાર રાવલ, જ્યોતિષ વિષયના માર્ગદર્શકરૂપે ડૉ. રમેશચંદ્ર શુક્લ, ડૉ. કુલદીપ પુરોહિત વેદ વિષયના માર્ગદર્શક તથા પ્રધાનાચાર્ય શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય (શંકરાચાર્ય ગુરુકુલમ્), દ્વારકા, પુરાણ વિષયના માર્ગદર્શકરૂપે ડૉ. આશાબેન માઢક, વેદ વિષયના માર્ગદર્શકરૂપે ડૉ. વિપુલકુમાર જાદવ, અત્રેના યુનિવર્સિટીના શિવતત્ત્વ અનુસન્ધાન પીઠના આસિ. પ્રોફે. ડૉ. મંગલવર્ધનદાસ સાધુ અને સભ્યસચિવરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર ડૉ. રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેની શોધછાત્રા સીમાબેન મકવાણાએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande