જૂનાગઢ જિલ્લામાં આપત્તિ સમયે તાત્કાલિક સહાય માટે હેલ્પલાઇન નંબરો જાહેર
જુનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન અથવા કોઈપણ કુદરતી આપત્તિ, ભારે વરસાદ, પૂર, વાવાઝોડા સહિતની ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવવા માટે જિલ
જૂનાગઢ જિલ્લામાં આપત્તિ સમયે તાત્કાલિક સહાય માટે હેલ્પલાઇન નંબરો જાહેર


જુનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન અથવા કોઈપણ કુદરતી આપત્તિ, ભારે વરસાદ, પૂર, વાવાઝોડા સહિતની ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ તાલુકા કક્ષાના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૦૨૮૫-૨૬૩૩૪૪૭, ૦૨૮૫-૨૬૩૩૪૪૮ તેમજ ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરી શકશે.

આ ઉપરાંત જિલ્લાના તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોના સંપર્ક નંબરો આ મુજબ છે: જૂનાગઢ – ૦૨૮૫-૨૬૩૬૫૯૫,

કેશોદ – ૦૨૮૭૧-૨૩૬૦૪૩,

માંગરોળ – ૦૨૮૭૮-૨૨૨૦૦૯,

મેંદરડા – ૦૨૮૭૨-૨૪૧૩૨૯,

માળીયા હાટીના – ૦૨૮૭૦-૨૨૨૨૩૨,

વંથલી – ૦૨૮૭૨-૨૨૨૦૪૬,

વિસાવદર – ૦૨૮૭૩-૨૨૨૦૫૬,

માણાવદર – ૦૨૮૭૪-૨૨૧૪૪૦

અને ભેસાણ – ૦૨૮૭૩-૨૫૩૪૨૬.

જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમ માટે ૦૨૮૫-૨૬૨૦૮૪૧, ૦૨૮૫-૨૬૩૦૮૪૧ તથા મોબાઇલ નં. ૮૯૮૦૦૧૫૪૬૯ પર પણ સંપર્ક કરી શકાશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ આપત્તિ સંબંધિત ઘટના, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા, પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી અંગે તાત્કાલિક ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર જાણ કરી તંત્રને સહયોગ આપે. સાથે જ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર વિશ્વાસ રાખવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande