
જૂનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં - ખડીયા- મેંદરડા - સાસણ રોડ પર અતિ ભારે વરસાદને લઈને ગરાસરી પામેલા વૃક્ષ ધરાશાયી વૃક્ષ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. જૂનાગઢ -ખડીયા- મેંદરડા -સાસણ રોડ પર ભારે વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થયું હતું. જેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપભેર જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યું હતું અને વાહન વ્યવહારને પૂર્વ વાત કરવામાં આવ્યો હતો.
અત્રે એ મહત્વનું છે કે, જુનાગઢ જિ લ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. આ સાથે જ પરિસ્થિતિ પર અધિકારીઓ દ્વારા સઘન મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ