ભચાઉ પોલીસની ઝડપી કામગીરી: પોક્સો કેસમાં ભોગ બનનારને સુરક્ષિત શોધી મહિલા આરોપીની ધરપકડ
કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશને પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસની સતર્કતા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે ગુનામાં ભોગ બનેલી વ્યક્તિને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છ
મહિલા આરોપણ હોવાથી ફોટો જાહેર કરવામાં આવ્યો નથી


કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશને પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસની સતર્કતા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે ગુનામાં ભોગ બનેલી વ્યક્તિને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે. સાથે જ કેસમાં સંડોવાયેલી મહિલા આરોપી પાર્વતીબેન ઉર્ફે પારૂ હિતેશભાઈ મનજીભાઈ ગોહીલ (ઉંમર 34), રહે. ખીરઈ, તા. રાપર, કચ્છની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોર્ડર રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ (ગાંધીધામ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગંભીર અને સંવેદનશીલ ગુનાઓને ઝડપી ઉકેલવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે જ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

કેસ નોંધાયા બાદ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં વિશેષ ટીમ રચવામાં આવી હતી. ટીમે વિવિધ દિશાઓમાં તપાસ ચલાવી, આધુનિક ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ બાતમીદારોની મદદથી ભોગ બનનાર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તપાસના આધારે આરોપી મહિલા સુધી પહોંચીને તેની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2) ઉપરાંત પોક્સો અધિનિયમની વિવિધ ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપીની ધરપકડ બાદ તેની સામે નિયમ મુજબની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસની વધુ તપાસ ચાલુ છે.

આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે સંકલિત પ્રયાસોથી સફળ બનાવી હતી. પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસની પ્રતિબદ્ધતા વધુ એક વખત ઉજાગર થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande