મોઢેરા અને સાંથલના 5 ગુનામાં ફરાર આરોપી કડી પોલીસના હાથે ઝડપાયો
મહેસાણા, 04 જુલાઈ (હિ.સ.)મોઢેરા પોલીસ સ્ટેશનના 4 અને સાંથલ પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 5 ગુનામાં ફરાર આરોપીને કડી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ ના
મોઢેરા અને સાંથલના 5 ગુનામાં ફરાર આરોપી કડી પોલીસના હાથે ઝડપાયો


મહેસાણા, 04 જુલાઈ (હિ.સ.)મોઢેરા પોલીસ સ્ટેશનના 4 અને સાંથલ પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 5 ગુનામાં ફરાર આરોપીને કડી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસના જણાવ્યા મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કડી પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે જાસલપુર ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી.

બાતમી મુજબ ભટાસણ રણછોડપુરા, તા. જોટાણાના રહેવાસી આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહીમમિયા બકસુમિયા સૈયદ (ઉ.વ. 45) જાસલપુર ચોકડી ખાતે હાજર હોવાનું જાણવા મળતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1) હેઠળ અટકાયતમાં લઈ કડી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ત્યારબાદ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત ગુનાઓના તપાસ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ નાગજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ તેજમલભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande