પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી પેરોલ-ફર્લો સ્કોડના હાથે ઝડપાયો
મહેસાણા, 04 જુલાઈ (હિ.સ.) : નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિ
પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી પેરોલ-ફર્લો સ્કોડના હાથે ઝડપાયો


મહેસાણા, 04 જુલાઈ (હિ.સ.) : નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન બાતમીના આધારે નંદાસણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી શક્તિસિંહ પ્રવિણસિંહ અંબુજી વાઘેલા (રહે. વિડજ, તા. કડી) મહેસાણા જેલમાંથી મુક્ત થયા બાદ બહાર આવવાનો હોવાનું જાણવા મળ્યું હતું.

આ માહિતીના આધારે પેરોલ-ફર્લો સ્કોડે મહેસાણા જેલ રોડ નજીક વોચ ગોઠવી હતી. આરોપી પાણીની ટાંકી પાસે પહોંચતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. તેની ઓળખની ખાતરી કર્યા બાદ 3 જુલાઈના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી નોંધ કરવામાં આવી હતી.

વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને નંદાસણ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI અનિરુદ્ધ રમણલાલ અને PC રવિકુમાર સેવંતીભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande