માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે-51 પર વાહન વ્યવહાર પૂર્વવત થયો
- વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે અથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તાનું સમારકામ કરાયું જૂનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે-51 ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડ
માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે-51 પર વાહન વ્યવહાર પૂર્વવત


- વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે અથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તાનું સમારકામ કરાયું

જૂનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે-51 ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે અથોરિટીએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે.

ભારે વરસાદના પગલે આ માર્ગને મોટું નુકસાન થતાં તે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે અથોરિટીએ સવારથી જ જેસીબી, ડમ્પર, રોલર અને હિટાચી સહિતના સાધનો વડે આ માર્ગનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું હતું, જે ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કરી વાહન વ્યવહાર શરૂ કરાયો છે. જોકે, રોડની બંને બાજુ ધોવાણ થયેલા ભાગમાં હજુ પણ જરૂરી સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande