શહેરના વિવિધ સ્થળોએ ‘રાત્રિ સેવા સેતુ’ યોજાયા: લાભાર્થીઓને ઘરઆંગણે અપાયા યોજનાકીય લાભો
સુરત, 04 જુલાઈ (હિ.સ.): જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરી આદિજાતિ સમુદાય,આદિમ જૂથોના નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બેનિફિશીયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટકના લાભ વિતરણ અંતર્ગત શહેરના કોસાડ, પરવત પાટિયા, મગોબ, ગોરાટ-રાંદ
Surat


સુરત, 04 જુલાઈ (હિ.સ.): જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરી આદિજાતિ સમુદાય,આદિમ જૂથોના નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બેનિફિશીયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટકના લાભ વિતરણ અંતર્ગત શહેરના કોસાડ, પરવત પાટિયા, મગોબ, ગોરાટ-રાંદેર, જહાંગીરપુરા, હળપતિવાસ-ઉમરા, મોટા વરાછા- હળપતિવાસમાં ‘રાત્રિ સેવા સેતુ’ સુરતમાં યોજાયો હતો. જેમાં કોર્પોરેટરો, મનપાની વિવિધ સમિતિઅ ચેરમેનો, મામલતદાર અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આવક, જાતિના દાખલા, વિધવા અને વૃદ્ધ સહાય, આવાસ સહાય, આધારકાર્ડ, પેઢીનામુ, મરણ દાખલા સહિતના વિવિધ લાભો અર્પણ કરાયા હતા.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વિશેષ પ્રયાસોથી ગરીબ હળપતિ પરિવારો માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. આપણા શ્રમિક ભાઈ-બહેનો સવારથી જ મજૂરીએ જતા હોવાથી દિવસ દરમિયાન સરકારી કચેરીએ જઈ શકતા નથી. આ જ કારણે, સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત આ 'રાત્રિ સેવા સેતુ' કાર્યક્રમ શરૂ કરાયો છે, જેથી શ્રમિકો દિવસભર કામ કર્યા પછી સાંજે તેમજ રાત્રે હકની યોજનાઓનો લાભ લઈ શકે.

આ પ્રસંગે ડે.મેયર સુધાકર ચૌધરી, પ્રાંત અધિકારી(ઉત્તર) નેહાબેન સવાણી, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષઓ મનપાના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande