ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ડબ્લ્યુએએએચ સીએસસીના સહયોગથી, એસટીઇએમ વર્કશોપ યોજાયો
ગાંધીનગર, 04 જુલાઈ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેક્ટર-20 કેમ્પસ ખાતે આવેલ ટોયહાઉસમાં કાર્યરત સેન્ટર ઓફ ટોય સાયન્સ દ્વારા ડબ્લ્યુએએએચ સીએસસીના સહયોગથી સેક્ટર-20 સરકારી શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એસટીઇએમ વર્કશોપ યોજાયો હતો.
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી


ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી


ગાંધીનગર, 04 જુલાઈ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેક્ટર-20 કેમ્પસ ખાતે આવેલ ટોયહાઉસમાં કાર્યરત સેન્ટર ઓફ ટોય સાયન્સ દ્વારા ડબ્લ્યુએએએચ સીએસસીના સહયોગથી સેક્ટર-20 સરકારી શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એસટીઇએમ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 88થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને એસટીઇએમ આધારિત હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, પઝલ્સ, ઇન્ટરએક્ટિવ મોડેલ્સ અને સર્જનાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશીના માર્ગદર્શન તેમજ સેન્ટર ઓફ ટોય સાયન્સના ડિરેક્ટર પ્રો. નિમિષ વસોયાના દિશાનિર્દેશન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટી ભારતની પોતાની જાતની પ્રથમ એવી રાજ્ય યુનિવર્સિટી છે, જેનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ અંગે શિક્ષણ, સંશોધન અને તાલીમ આપવાનો છે.

આ યુનિવર્સિટીના મુખ્ય ઉદ્દેશો બાળ વિકાસ, બાળ મનોચિકિત્સા અને શિક્ષણ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવું.માતા-પિતા, શિક્ષકો અને બાળ વિકાસ સાથે જોડાયેલા વ્યાવસાયિકોને તાલીમ આપવી.બાળકોના સર્વાંગી વિકાસ માટે નવીન નીતિઓ અને અભ્યાસક્રમો વિકસાવવા.બાળમૈત્રીપૂર્ણ સમાજના નિર્માણમાં યોગદાન આપવું. જેવા છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande