સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો.
પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં વોન્ટેડ છાયાનો યુવાન ઝડપાયો છે. રાણાવાવ વિસ્તારની તરૂણીને લગ્નની લાલચ આપી સવા તોલા સોનાની માળા અને રોકડ સહિત 2 લાખ 35 હજારનો મુદ્દામાલ લઈને નાશી ગયાનું ખૂલ્યુ છે. જૂનાગઢ રેન્જના નાયબ
સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો.


સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો.


પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં વોન્ટેડ છાયાનો યુવાન ઝડપાયો છે. રાણાવાવ વિસ્તારની તરૂણીને લગ્નની લાલચ આપી સવા તોલા સોનાની માળા અને રોકડ સહિત 2 લાખ 35 હજારનો મુદ્દામાલ લઈને નાશી ગયાનું ખૂલ્યુ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીથરસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાસ સંહિતા-2023ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબના ગુન્હાના કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ દુષ્કર્મ આચરી સોનાનું એક તોલાનું મંગલસૂત્ર 1 તથા સોનાની સવા તોલાની માળા-1 તથા રોકડા રૂા. 10,000 મળી કુલ રૂા.2,35,000નો મુદ્દામાલ લઇને નાસી જનાર આરોપીને પકડી પાડવા આપેલ સુચના અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી. ડાંગર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના માણસો ઉપરોકત ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન રાણાવાવ સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ હકીકતના આધારે ઉપરોકત આરોપી રાહુલ હરીશભાઈ પાંડાવદરા ઉ.વ.22 રહે. છાયા રઘુવંશી સોસાયટી પાસે ગોલ્ડન સોસાયટી પોરબંદરવાળાને પકડી પાડી મુદામાલ રીકવર કરીઆગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી. ડાંગર, પોલીસ સબ ઈન્સ્પેકટર આર.વી. મોરી, એ.એસ.આઈ. આર.બી. ડાગર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, એ.કે.લુવા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, ભરત કાનાભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande