બરડા પંથકમાં સોરઠી નદી પરના બે નવા પુલના કામ અધવચ્ચે જ અટક્યા.
પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સોઢાણાથી ભેટકડી તેમજ ભેટકડીથી શીંગડા- ફટાણા જતા માર્ગ પર સોરઠી નદી ઉપર નવા પુલોના નિર્માણનું કામ છેલ્લા લાંબા સમયથી અધૂરું પડ્યું છે. જેના કારણે દર ચોમાસામાં સોઢાણા- ભેટ
બરડા પંથકમાં સોરઠી નદી પરના બે નવા પુલના કામ અધવચ્ચે જ અટક્યા.


બરડા પંથકમાં સોરઠી નદી પરના બે નવા પુલના કામ અધવચ્ચે જ અટક્યા.


પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સોઢાણાથી ભેટકડી તેમજ ભેટકડીથી શીંગડા- ફટાણા જતા માર્ગ પર સોરઠી નદી ઉપર નવા પુલોના નિર્માણનું કામ છેલ્લા લાંબા સમયથી અધૂરું પડ્યું છે. જેના કારણે દર ચોમાસામાં સોઢાણા- ભેટકડી તેમજ ભેટકડી-શીંગડા-ફટાણા ગામો વચ્ચેનો સંપર્કતૂટી જાય છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ચોમાસા દરમિયાન આ માર્ગ સાથે જોડાયેલા ગામો સંપર્કવિહોણા બની જતા આવનજાવન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. પરિણામે વિદ્યાર્થીઓ, ખેડૂતો, દર્દીઓ તેમજ રોજિંદા કામકાજ માટે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અગાઉ બંને સ્થળે આવેલા જૂના પુલો જર્જરિત બનતા સલામતીના કારણોસર તેમને તોડી પાડવામાં આવ્યા હતા અને નવા પુલોના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, કોઈ કારણોસર બંને પુલોની કામગીરી અધવચ્ચે જ અટકી જતા છેલ્લા બે વર્ષથી સતત ચોમાસા દરમિયાન આ વિસ્તારોના ગામો સંપર્કવિહોણા બનવાની સ્થિતિ સર્જાઈ રહી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ પુલોનું કામ હજુ સુધી શરૂ ન થવાના કારણે દર વર્ષે વરસાદ પડતાં લોકોને લાંબા અંતરનો ચક્કર મારીને અવરજવર કરવી પડે છે, જ્યારે ઘણી વખત જરૂરી સેવાઓ પણ પ્રભાવિત થાય છે.ત્યારે સોરઠી નદી પરના બંને પુલોના કામને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી ચોમાસામાં ગ્રામજનોને હાલાકીનો સામનો ન કરવો પડે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande