ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે 'વન મહોત્સવ સપ્તાહ' નિમિત્તે, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 04 જુલાઈ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વન મહોત્સવ સપ્તાહ (૧થી ૭ જુલાઈ) અંતર્ગત ‘વૃક્ષારોપણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલગુરુ ડૉ. ટી.એસ. જોષી, કુલસચિવ પ્રો. સંજય ગુપ્તા સહિત યુનિવર્સિટી પરિવ
ચિલ્ડ્રન યુનિવર્સિટી


CRU


ગાંધીનગર, 04 જુલાઈ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વન મહોત્સવ સપ્તાહ (૧થી ૭ જુલાઈ) અંતર્ગત ‘વૃક્ષારોપણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલગુરુ ડૉ. ટી.એસ. જોષી, કુલસચિવ પ્રો. સંજય ગુપ્તા સહિત યુનિવર્સિટી પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષોના મહત્વ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના ટેસ્ટિંગ એન્ડ ઇવેલ્યુએશન વિભાગ દ્વારા નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. પાર્થ્વી ડામોર, ડૉ. દિશા નાયક અને ડૉ. શિલ્પા વાળાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી ભારતની પોતાની જાતની પ્રથમ એવી રાજ્ય યુનિવર્સિટી છે, જેનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ અંગે શિક્ષણ, સંશોધન અને તાલીમ આપવાનો છે. તેની સ્થાપના વર્ષ 2009માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande