


વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ખાતે વેપારી આશિષ બાકોલિયા પર થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છત્તીસગઢથી બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફીજીમાં રહેતા ઉદ્યોગપતિ જય દયાલે વેપારી આશિષ બાકોલિયાની હત્યા કરાવવા માટે આરોપી વિક્રમ પ્રતાપ ગોપીચંદ્ર સિંઘને ભારત મોકલ્યો હતો. વિક્રમે પોતાના સાથી ગુરજીત ઉર્ફે ગુરમીત ઉર્ફે બંટી ગુરુદયાલ સિંહ ભટ્ઠીને સાથે રાખી અનેક વખત વડોદરા આવી વેપારીની રેકી કરી હતી. 26 જૂને વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 2 હજારથી વધુ CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંનેને દુર્ગ, છત્તીસગઢથી ઝડપી પાડ્યા. તેમની પાસેથી પિસ્તોલ, મેગેઝીન અને કારતૂસ પણ કબજે કરાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ