અમરેલીમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ, ખેડૂતોને બજાર અને ગ્રાહકોને ઝેરમુક્ત ઉત્પાદનો મળશે
અમરેલી, 04 જુલાઈ (હિ.સ.) : અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોના સશક્તિકરણ માટેના સતત
અમરેલીમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ, ખેડૂતોને બજાર અને ગ્રાહકોને ઝેરમુક્ત ઉત્પાદનો મળશે


અમરેલી, 04 જુલાઈ (હિ.સ.) : અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોના સશક્તિકરણ માટેના સતત પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. આ વેચાણ કેન્દ્ર ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે ગ્રાહકોને ઝેરમુક્ત અને ગુણવત્તાસભર કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના લાભો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગમાં ઘટાડો કરીને જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં પ્રાકૃતિક કૃષિની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવાયું હતું.

પ્રાકૃતિક કૃષિ માત્ર એક ખેતી પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનો મજબૂત આધાર હોવાનું પણ વક્તાઓએ જણાવ્યું હતું. રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે અને તેમના ઉત્પાદનોને યોગ્ય બજાર મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા સહિત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેચાણ કેન્દ્ર પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande