જામનગર આઈટીઆઈના પૂર્વ તેજસ્વી તાલીમાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરાશે
જામનગર, 05 જુલાઈ (હિ.સ.) : જામનગર આઈ.ટી.આઈ. ૧૯૫૭થી યુવાનોમાં અવિરત કૌશલ્ય નિર્માણ કરી કુશળ કારીગર તૈયાર કરતી આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આઈ.ટી.આઈ. જામનગર માંથી કોઈ પણ કોર્ષ પૂર્ણ કરી પાસ આઉટ થયેલ તાલીમાર્થીઓ કે જેમને આઇ.ટી.આઇ. થકી વિશેષ ઉજ્વ
આઈટીઆઈ જામનગર


જામનગર, 05 જુલાઈ (હિ.સ.) :

જામનગર આઈ.ટી.આઈ. ૧૯૫૭થી યુવાનોમાં અવિરત કૌશલ્ય નિર્માણ કરી કુશળ કારીગર તૈયાર કરતી આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આઈ.ટી.આઈ. જામનગર માંથી કોઈ પણ કોર્ષ પૂર્ણ કરી પાસ આઉટ થયેલ તાલીમાર્થીઓ કે જેમને આઇ.ટી.આઇ. થકી વિશેષ ઉજ્વળ કારકિર્દી બનાવી છે તેવા તેજસ્વી તાલીમાર્થીઓના સન્માન સમારોહનું આયોજન ટૂંક સમયમાં થનાર છે.

આ સન્માન આયોજન યુવાઓમાં કૌશલ્ય અને સ્કીલમાં અભિરુચિ વધે એ માટે ખુબ પ્રેરણાદાયી બની રહેશે. આઇ.ટી.આઇ. જામનગર દ્વારા સંસ્થામાં તાલીમ લઈને વિશેષ કારકિર્દી બનાવી સંસ્થાના ગૌરવમાં વધારો કરનાર ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું વિવિધ કેટેગરીમાં સન્માન કરવામાં આવશે.

ઓનલાઈન નામાંકન કરવા આઈ.ટી.આઈ. જામનગરના ભૂતપૂર્વ પાસ આઉટ તાલીમાર્થીઓ ગુગલ રજીસ્ટ્રેશન https://forms.gle/HMrZVEXAvm1b1ttP6 ફોર્મથી પોતાની કારકિર્દીને લગત માહિતી તા.૧૩/૦૭/૨૦૨૬ સુધીમાં આપી શકશે.

સન્માન કાર્યક્રમને લગત માહિતી જેમકે તારીખ, સ્થળ રૂપરેખા વિગેરે આધિકારિક રીતે હવે પછીથી નક્કી થયે જણાવામાં આવશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande