ભાવનગર.આધુનિક સુવિધાઓથી સજ્જ તલગાજરડાની પી.એમ શ્રી મોડેલ સ્કૂલ બની શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર.
ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરડા જે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સરકારી શાળા અનેક મોટી ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. હાલમાં શાળામાં ધોરણ 6થી 12 સુધીના આર્ટ્સ અને સાયન્સ પ્રવાહ
તલગાજરડા ની શાળા


ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરડા જે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સરકારી શાળા અનેક મોટી ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. હાલમાં શાળામાં ધોરણ 6થી 12 સુધીના આર્ટ્સ અને સાયન્સ પ્રવાહમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આઠ પ્રકારની અદ્યતન લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત આધુનિક લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળાઓ, રમતગમત માટેની સુવિધાઓ તેમજ સ્વચ્છ અને હરિયાળું કેમ્પસ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે.

પીએમ શ્રી યોજના હેઠળ શાળામાં નવીન શિક્ષણ પદ્ધતિ, ડિજિટલ શિક્ષણ અને પ્રયોગાત્મક અભ્યાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત રમતગમત, સાંસ્કૃતિક અને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.આધુનિક સુવિધાઓ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાના કારણે પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરડા સમગ્ર મહુવા પંથક માટે પ્રેરણારૂપ શૈક્ષણિક સંસ્થા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે.

આ અંગે શાળાના આચાર્ય પી.બી મકવાણાએ જણાવ્યું કે અમારી શાળામાં દિન પ્રતિદિન સુવિધાઓમાં ખૂબ વધારો થયો છે. સાથે સાથે અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. શરૂઆતમાં ઓછી સંખ્યા હતી પરંતુ આજે સરકારી શાળા હોવા છતાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં 15 સ્માર્ટ ક્લાસ છે, ટોટલ આઠ લેબ, ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, આધુનિક લાઇબ્રેરી,ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, સંગીત રૂમ, બહેનોને સમયસર સેનેટરી પેડ વિતરણ, પીએમ શ્રી શાળામાં જ્યારથી પસંદગી થઈ છે ત્યારથી શાળામાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

બાળકોને આઉટ સ્ટેટ વિઝીટ અંતર્ગત ગત વર્ષે 350 જેટલા બાળકોને સાત સરકારી બસ મારફતે મહારાષ્ટ્રમાં લઈ ગયા હતા. હાલ અમારી શાળામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ છ થી આઠ, માધ્યમિક વિભાગમાં ધોરણ નવમાં ત્રણ વર્ગ, ધોરણ 10 માં બે વર્ગ, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહના એક એક વર્ગ અને સામાન્ય પ્રવાહના પણ એક એક વર્ગ રહેલા છે. વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે આ ઉપરાંત તમામ પ્રકારના કાર્યક્રમો અમારી શાળા દ્વારા યોજવામાં આવે છે.

આ અંગે શાળાના શિક્ષક વિપુલભાઈ જણાવ્યું કે પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરડા જે આસપાસના વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની છે. અમારી શાળામાં સહ અભ્યાસિક પ્રવૃત્તિ, ટી એલ એમ દ્વારા શિક્ષણ, બેગ લેસ ડે વગેરે પ્રવૃતિઓ કરાવવામાં આવે છે આ ઉપરાંત જ્ઞાન સાધના, નમો સરસ્વતી વગેરે યોજનાનો લાભ પણ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. શાળા ખુલ્યાના પ્રથમ દિવસે જ અમારી શાળામાં એડમિશન પૂર્ણ થઈ ગયા હતા. 70 જેટલા વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ શાળા છોડીને અમારી આ સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવ્યા છે.

શાળાના વિદ્યાર્થીની શિયાળ શ્રદ્ધાબેને જણાવ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે હું આ શાળામાં જ અભ્યાસ કરી રહી છું અમારી શાળા પીએમ શ્રી મોડેલ શાળા અંતર્ગત આદર્શ શાળા તરીકે પસંદ કરવામાં આવી છે. જે અંતર્ગત અમને અનેક લાભો થયા છે અમારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત આઠ જેટલી લેબો આવેલી છે, સ્માર્ટ ક્લાસ, રમત ગમતના પૂરતા સાધનો, દરેક ક્લાસરૂમ અને સંપૂર્ણ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સુ સજ્જ છે. મારી શાળામાં દરેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande