પોરબંદર સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ કાર્યનું સફળ કમિશનિંગ, રેલ સંચાલન બનશે વધુ સુરક્ષિત, ઝડપી અને આધુનિક
ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં પોરબંદર સ્ટેશનના યાર્ડ રિમોડેલિંગ કાર્યનું 4 જુલાઈ, 2026ના રોજ સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ
પોરબંદર સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ કાર્યનું સફળ કમિશનિંગ, રેલ સંચાલન બનશે વધુ સુરક્ષિત,


ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં પોરબંદર સ્ટેશનના યાર્ડ રિમોડેલિંગ કાર્યનું 4 જુલાઈ, 2026ના રોજ સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાં સ્ટેશન પર રેલ સંચાલન વધુ સુરક્ષિત, સરળ અને કાર્યક્ષમ બનશે તેમજ ટ્રેનો અને રેકોના સંચાલનમાં નોંધપાત્ર સુધારો થશે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનની ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (Electronic Interlocking–EI) સિસ્ટમનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હેઠળ 72 રૂટ સાથે નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત 25 નવા પોઇન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે તથા 16 જૂના પોઇન્ટ દૂર કરવામાં આવ્યા છે.

હાલમાં યાર્ડમાં કુલ 31 પોઇન્ટ, 44 ડિટેક્શન પોઇન્ટ, 28 ટ્રેક સેક્શન, 10 મુખ્ય સિગ્નલ તેમજ 17 શન્ટ સિગ્નલ (09 ડિપેન્ડન્ટ અને 08 ઇન્ડિપેન્ડન્ટ) ઉપલબ્ધ છે.

યાર્ડ રિમોડેલિંગના પરિણામે સ્ટેશનની સંચાલન ક્ષમતા અને સલામતીમાં વ્યાપક વધારો થયો છે. એન્જિન એસ્કેપ લાઇન ઉપલબ્ધ થતાં અગાઉ લાઇન નં. 1 (હાલની લાઇન નં. 2) પર થતી પુશ-બેક મૂવમેન્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે સંચાલન વધુ સુરક્ષિત અને ઝડપી બન્યું છે.

આ સાથે યાર્ડની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ટ્રેનો અને રેકોના સંચાલનની કાર્યક્ષમતા વધશે. નવી ડબલ એક્ઝિટ પિટ-કમ-વોશિંગ લાઇનના નિર્માણથી રેકોની ધોવાણ, હટાવવાની અને મૂકવાની પ્રક્રિયા અગાઉની સરખામણીએ વધુ ઝડપી અને સુવિધાજનક બની છે.

તેમજ ડબલ એક્ઝિટ સુવિધા સાથે બનાવવામાં આવેલી બે નવી સ્ટેબલિંગ લાઇનોથી ખાલી રેકોની અવરજવર વધુ સરળ અને ઝડપી રીતે સંચાલિત કરી શકાશે.

પ્રોજેક્ટ અંતર્ગત નોન-ઇન્ટરલોક્ડ યાર્ડને અલગ કરવામાં આવતા હવે લાઇન નં. 6, 7 અને 8 પર શન્ટિંગ અને ટ્રેનોની રિસેપ્શન પ્રક્રિયા એકસાથે હાથ ધરી શકાશે. પરિણામે સમયની બચત થવા ઉપરાંત સંચાલન ક્ષમતા અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે.

યાર્ડ રિમોડેલિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થતાં પોરબંદર સ્ટેશન પર ટ્રેનો અને રેકોનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે, યાર્ડની ક્ષમતામાં વધારો થશે, સંચાલનમાં વધુ લવચીકતા આવશે તેમજ સલામતી અને વિશ્વસનીયતાના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો થશે. ભવિષ્યમાં વધતા રેલવે ટ્રાફિકને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં પણ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

પશ્ચિમ રેલવે યાત્રિયોને સુરક્ષિત, આધુનિક અને વિશ્વસનીય રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધારભૂત માળખાના વિકાસ તથા અદ્યતન ટેકનોલોજીના સમન્વયને સતત પ્રાથમિકતા આપી રહી છે. પોરબંદર સ્ટેશન યાર્ડ રિમોડેલિંગનું સફળ કમિશનિંગ આ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande